Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાણી થકી ઓળખાય છે માનવી.
વાણી થકી જ સમજાય છે માનવી.

પ્રથમદર્શી પરિચય વાણી આપતી,
આરોહ અવરોહથી પમાય છે માનવી.

પરા,પશ્યતિ , મધ્યમાને વૈખરી છે,
પરા સાંભળીને હરખાય છે માનવી.

કૂવામાં હોય એવું આવે હવાડામાં,
અંતરની ઓળખ થાય છે માનવી.

વૈખરી એ તો કાકવાણી જ સમજો,
સંબંધમાં તાળાં લાગી જાય છે માનવી.

પરા એ તો સંતપુરુષોની વાણી છે,
કૈંકના જીવન એથી પલટાય છે માનવી.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111155439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now