#KAVYOTSAV -2
લખી દઉં..
"બહુ દિવસ થયાં તારી ઉપર કંઈ લખ્યું નહોતું.
થયું આજે કે તારી ઉપર એક કવિતા લખી દઉં."
"મને ખબર છે તને હું ચાંદ કહું એ ગમે છે..
ચાલ એવું કરું આકાશ ને તારે નામ લખી દઉં.."
"મયકશ નહોતો છતાં તારી આંખોનાં જામની તલપ હતી.
એ તલપની કસમ તારી આંખો ને મદિરાધામ લખી દઉં.."
"ગુલાબ થી વધુ સુવાસ તો તારી ભીની ઝુલ્ફો ની આવે છે..
એ ઝુલ્ફો ને સુંધીને એને જન્નતે-બાગ લખી દઉં.."
"તું નીકળે આંખો સામેથી તો લાગે કે સમય અટકી ગયો..
એ હસીન સમય ને કાજે આખી કાયનાત કહી દઉં.."
"જાણું છું તારાં અધર અમૃતથી પણ વધુ સ્વાદ આપે છે..
તારાં અધરની જોડ ઉપર તો મારાં દરેક શ્વાસ ઉધાર લખી દઉં."
"હજુ આટલાંથી તારું મન ના ભરાયું હોય મારી પ્રિયે તો..
હજારો જેને ચાહે એ શિવાય ને તારો ચાહક લખી દઉં.."
-જતીન.આર.પટેલ (શિવાય)