#KAVYOTSAV -2
તું જાણે છે..
મોહબ્બત,ઈશ્ક,ચાહત વિશે તો ઘણું બધું જાણે છે..
જરા એ તો બોલ કે તું એની આંખો વિશે શું જાણે છે..?
ગણિત,વિજ્ઞાન,અર્થશાસ્ત્ર આ બધું જાણવું જરૂરી છે..
પણ શું તું એનાં ઘરનું સાચું સરનામું જાણે છે..?
એ તો તને પાગલ રોમિયો કહી નવાજે છે દોસ્ત..
જેને તું તારાં યારો સમક્ષ આટલું બધું વખાણે છે..
કોઈ લાલચ હોય તારી એવું મને લાગે છે મિત્ર..
શું એટલે જ કારણ વગર તું દરેક વખતે એનું જ તાણે છે..?
જેનું એક આંસુ સરતાં કેટલો દુઃખી થઈ જતો હતો તું..
કોઈએ કહ્યું ખરું એ તો તારાં પોક મૂકીને રડવાની મજા માણે છે..?
સપનાં ઓ ને સાથે લઈને જેની સાથે ભવસાગર તારે તરવો હતો..
તને ખબર છે સપનાઓની પોટલી મઝધારે ડુબતા પેલાં વહાણે છે..?
જાનુ, બકુ, ચકુ કહીને જેની સાથે કેન્ડલ લાઈટ ડિનર કરતો હતો..
હવે સમજાયું કે નહીં..સાચી મજા તો માં એ પીરસેલા ભાણે છે..?
એક બેવફા માટે જીવ આપવામાં કંઈ ખમીર નથી મારાં દોસ્ત..
સાચી ખમીરી તો સૌરાષ્ટ્રનાં ગામે ગામ પૂજાતાં પાળિયા નાં પાણે છે..
-જતીન.આર.પટેલ (શિવાય)