#AB ?kunjdeep...
ગુજરાત દિવસ ની શુભ કામના...???
ધન્ય ધન્ય ગુજરાત મારું
ધન્ય ધન્ય ગુજરાત...
કોટી કોટી વંદન ગુજરાત
કોટી કોટી વંદન...
પાટણ ના પ્રાંગણ માં જયાં આદિત્ય કરે નમસ્કાર
હા એ જ મારું ગુજરાત..
ગીરના જંગલ મહી જયાં સાવજ ગરજે,
સામે ચારણ કન્યા ના હુંકાર સંભળાય
હા એ જ મારું ગુજરાત...
સોમનાથ માં મહાદેવ બિરાજે
દ્વારકા માં જગન્નાથ
જેના દર્શન કરી પાવન થતું
હા એ જ મારું ગુજરાત...
જુનાગઢ માં નરસિંહ મહેતા
જયાં પ્રભાતિયા ગાતો સંભળાય
હા એ જ મારું ગુજરાત...
પાવાગઢ માં બેસી ખુદ મહાકાળી જેની રક્ષા કરે
હા એ જ મારું ગુજરાત...
કવિ કાગ ને મેઘાણી જેની શૌર્ય
ગાથા લખતા ન થાકે,
હા એ જ મારું ગુજરાત ...
ઈશરદાન જેવા મહાન સાહિત્યકાર
જયાં જન્મે
હા એ જ મારું ગુજરાત...
મોરારીબાપુ ને ભાઈ શ્રી જયાં રામ કૃષ્ણ
દરરોજ જન્માવે
હા એ જ મારું ગુજરાત...
વાતે વાતે બહાના શોધી ગરબે
ઘુમવા લાગે
હા એ જ મારું ગુજરાત...
ખાવાનું શોખીન ને પાછળ કયાંય ન પડે
હા એ જ મારું ગુજરાત...
દેશ ને નરેન્દ્ર મોદીની જેણે ભેટ આપી
હા એ જ મારું ગુજરાત...
જયાં રહી હું ગર્વ અનુભવી રહી
હા એ જ મારું ગુજરાત...
લખતા પૂર્ણ ન લખાય એવું મહાન
હા એ જ મારું ગુજરાત...
કુંજદીપ.