Gujarati Quote in Motivational by Amit Nahierwala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાસણ કેરા જંગલ માં કેસરી ની ડણાંક હોઈ,
સોમનાથ અને દ્વારિકાનાથ ના સૌરાષ્ટ્રમાં બેસણા હોઈ,
આભ હારે વાતું કરતો ગરવો એવો ગઢ  ગીરનાર હોઈ,
સોમનાથના સખાતે બલિદાન થયા એવા વીર હમીરજી ના પારિયા હોઈ,
નર્મદા મૈયા  ખડ ખડ કરતી વહેતી હોઈ જાણે ગુજરાત ને વહાલ કરતી હોઈ,
૫૧ શક્તિપીઠ ની જ્યોત ના જ્યાં દર્શન હોઈ એવા અમારી અંબા માં ના ધામ હોઈ,
૨૪ કલાક હરી હર ની હાકલ હોઈ એવા બગદાણા અને વીરપુર ના સંત હોઈ,
૧૬૦૦ કિલોમીટર નો દરીઓ, કત્ચ્છ નું રણ અને સાપુતારા ની પર્વત માળા હોઈ,
સુખ શાંતિ અને સમૃધી થી ભરેલું એવું અમારું ગરવી ગુજરાત હોઈ,
સંત સુર અને દાતાર ની ધરતી હોઈ, બસ એજ ખુશ્બુ અમારા ગુજરાત ની હોઈ.

ગુજરાત સ્થાપના દિવસ ની નાનકડી એવી આ રચના સપ્રેમ ભેટ.
--અમિત કુમાર

Gujarati Motivational by Amit Nahierwala : 111154835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now