સાંજે તો સંધ્યા પણ ખીલી ઉઠે છે,
તો માણસ કેમ નહીં?
પવન ને પતંગ પણ ઝીલી લે છે,
પડકાર ને માનસ કેમ નહીં?
નદી પણ લાગણી સમજી લે છે,
તો માણસ કેમ નહીં?
મોતી તો હંસલો પણ ગોતી લે છે,
તો માણસ કેમ નહીં?
માણસ ને જીવન માણસ જ આપે છે અટલ,
તો માણસાઇ કેમ નહીં??
------અમિત વડગામા "અટલ"