*સંધ્યા*
ગાયોના ધણ પાછા ફર્યા ગામના પાદરે.
મહેંક ગામડાની ઉડી ઉડી આવે આંગણે.
કેસરિયો સાફો બાંધી સૂર્ય સંધ્યા ને મળવા આવે.
શરમાઈ સંધ્યા ને લાલીમા આવે અવકાશે.
પંખી પરિવાર સાથે માળામાં પાછાં ફરે.
નિશાચર ત્યાં પોતાની નવી ઉડાન ભરે.
સંધ્યા ભક્તિની સાથે ઘંટ શંખ ઝાલર રણકે.
નર કહે મન મારો દિવસ ના લેખાંજોખાં ગણે.
નારાયણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.