30-04-2019 યાદ છે મને
FB પર તારુ પ્રોફાઇલ પિક જોયી ને કરેલો મેસેજ યાદ છે મને
મારા "HI" ના બદલા મા આવેલો તારો "HELLO" નો રિપ્લાય યાદ છે મને
થોડા દિવસ સુધી થયેલી એક બીજા વિષે ની વાત યાદ છે મને
તારા ઓફિસ ના ટાઇમ થી લઇ ને તારો જમવા નો ટાઇમ યાદ છે મને
તારી સાથે નંબર SHARE કરીને વોટ્સએપ પર જોયેલો તારો DP યાદ છે મને
પેહલી વાર કરેલી કોલ પર વાત યાદ છે મને
એ વખતે વિડીયો કોલ તો નહતા પણ તારા જુના UNLOADED પિક્સ વારંવાર જોતો એ યાદ છે મને
પ્રોફાઈલ પિક અપલોડ કરતા પેહલા તારુ મને કેહવુ યાદ છે મને
તારી સાથે કોલ પર વાત કરવા ની પડેલી આદત યાદ છે મને
રાતે ૧૦:૩૦ થી ૧૧ રોજ કરતા વાતો યાદ છે મને
તારુ ગાયેલુ મોસમ કી અદલાબદલી યાદ છે મને
જ્યારે તુ રડતી અને હુ મનાવતો
કયારેક હુ રડતો તુ મનાવતી એ યાદ છે મને
તારા આવતા મેસેજ થી વધતા ધબકારા નો અહેસાસ યાદ છે મને
તારો કોલ આવતા આવતુ સ્મિત અને મિઠુ કંપન યાદ છે મને
આંખો બંધ કરી ને થતી વાત મા દેખાતી એક કાલ્પનિક દુનીયા યાદ છે મને
અને એ કલ્પના મા તારુ મારી બાજુ મા હોવુ યાદ છે મને
તને પહલી વાર કિધેલુ "HEY ANGEL" યાદ છે મને
મને પ્રેમ ની પરિભાષા સમજાવતા તારા એ શબ્દો યાદ છે મને.
પેહલી વાર તને સામે જોયા પછી મળેલો સુકુન યાદ છે મને
અને એ પેહલી મુલાકાત જ આખરી મુલાકાત હતી એ યાદ છે મને
આપડે કેમ અલગ થયા એ તો યાદ નથી પણ લાસ્ટ મા તે કાપેલો મારો કોલ યાદ છે મને
હુ તને યાદ હઇશ જ પણ તુ મને વધારે યાદ છે એ યાદ છે મને
તારી EXIT મારા હિત માટે હતી એ મને ખબર છે પણ તારા ના હોવાનો એક ખાલિપો હજુ પણ છે એ યાદ છે મને
To-Someone Special
From-Her Best Friend