આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
-
હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.
-
શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું
આખું જીવન અમારું હવે આવકાર છે
-
ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી હું વીતેલી વસંત છું.
-
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે
#મરીઝ