એક સ્ત્રી.. સંવેદની કે સંહારિણી..!!
હું સંવેદના નો ભંડાર છું,,,
તો હું સંહારિણી પણ છું જ...!!!
સંબંધો ને જાળવી રાખવા હું પાછી પાની નથી કરતી
પણ એક વાર દિલ દુભાયા પછી પાછી વળતી પણ નથી જ..!!
આમ તો મને ને મારા વિચારો ને પગ ની પાની બરાબર ગણે છે આ જગત,,
પણ એક વાર કોઈ મક્કમ વિચાર કરી લીધા પછી મારા ઉપડી ગયેલા પગ ક્યારેય પાછા નથી વળી શકતા..!!!
કહેવત છે સ્ત્રી પ્રેમ માં પાગલ થઈ જાય છે
પણ જ્યારે એજ પ્રેમ માં દગો મળે તો આજીવન જખમો આપી ને જતી પણ રેહવાની ક્ષમતા છે!!!!!
આખરે હું એક સ્ત્રી છું..કોઈ વળાંકો વાળું જેની સાથે કાઈ પણ કરી શકાય એવું રમકડું નથી જ..!!!
કુદરત નું એક અજાયબ અસ્તિત્વ છું.
-Hina modha