#AB ?kunjdeep...
આદત
બે લાલ ગુલાબ ખરીદ્યા મેં આજે...
કોઈ એ પૂછયું,
કોને મળવા જાઓ છો આજે.!?
આ ગુલાબ કેમ ને કોના કાજે.!?
મેં કહયું એ સજ્જન ને,
કે...મને થોડા થોડા દિવસે
મારા પ્રેમ ને મળવા જવાનું ગમે છે.
એને જ મારી લાગણીઓ નમે છે.
એમણે પૂછ્યું કોણ છે એ.!?
કહયું મારી જાત ને જ
કોક વાર મળી લઉં છું .
કારણ...
આદત છે મને પ્રેમ કરવાની,
મારી જાતને ફરી ફરીને મળવાની...
એટલેજ મહાશય...
પહેલા પોતાના માટે
ગુલાબ લેતા શીખો
અને બીજા ના જીવનમાં
કાંટા બનતાં અટકો...
કુંજદીપ.
કિંજલ દિપેશ પંડ્યા.
કિલ્લા પારડી.