English Quote in Shayri by Bhavik Chauhan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષો થયા હું એ જ મયખાને બેઠો છું
દર્દ મારા દિલનું હું દૂર કરવાને બેઠો છું"

તું ગઈ જીવનમાંથી એ જ દર્દ રહ્યું મને
જ્યાં મળતા ત્યાં રાહ જોઇને બેઠો છુ"

કોરું કટ્ટ થઈ ગયું દિલ આશીકનું છતાં
ઘાયલ દિલ લઈ તને ચાહવાને બેઠો છું"

સાકીની શરાબ મા પણ નશો નથી હવે
ફક્ત એક જણને પામવાને બેઠો છું"

એ જનાજો જોઈને પણ આવ્યા નહિ
કોઈ એને કહો હું આજ મરવાને બેઠો છું"

ઓ ફરીસ્તાઓ જરા આરામ આપો મને
અંતિમ વેળા એની રાહ જોવાને બેઠો છું"

એ આવશે એવી આશાએ જીવી શકું!
ખુદા પાસે એને જ માંગવાને બેઠો છું"

English Shayri by Bhavik Chauhan : 111152520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now