હમણાં એક સમાચાર હતા કે આણંદની એક પ્રખ્યાત હોસ્પીટલમાં એક બેને બાળકની ડિલીવરી કરી તો નર્સે સમાચાર આપ્યા કે તમે છોકરાને જન્મ આપ્યો છે....
ત્યાર બાદ થોડીવાર પછી બાળક તેમને સોંપવામાં આવ્યુ તો છોકરાને બદલે છોકરી આપી દીધી...!
તો આમ કેવી રીતે બની શકે...!
શું તે નર્સ નવી હશે!
શું તે નર્સ છોકરો છોકરીનો ફરક નહી સમજતી હોય!
કે પછી કોઇ આની પાછળ કોઇક રમત રમાઇ હશે!
પેલા બહેન તો ઘણા દુખી થઇ ગયા છે કે આમ કેવી રીતે બને!
આખો મામલો નજીકની પોલીસ સ્ટેશને ગયો છે...
જોઇએ હવે કે ખરેખર આ રહસ્યનું સચોટ જવાબ શું હશે
ખરેખર બહેને છોકરાને જન્મ આપ્યો છે કે પછી છોકરીને...તે બધું તપાસને અંતે ખબર પડશે.