હું થાકી ને સુઈ જાવ છું,
પણ હારી ને ક્યારેય બેસતો નથી
હું વાદળ ની જેમ હું વરસી જાવ છું,
પણ કીચડ બની ક્યારેય ખદબદતો નથી
હું હીરા માફક ચમકતો જાવ છું,
પણ કાંચ ની જેમ ક્યારેય તપતો નથી
હું ચંદ્ર ની જેમ શીતળ થઈ જાવ છું,
પણ હીમ ની જેમ ક્યારેય ઓગળતો નથી
હું સૂર્ય ની જેમ ધગધગતો જાવ છું
પણ પડછાયો બની ક્યારેય રહેતો નથી!!!
---Amit vadgama"અટલ"