ટચ સ્ક્રીન ના જમાના માં દુનિયા ક્યાં અટવાઈ ગઈ,
હવે તો પુસ્તકો પણ હાસ્યા માં ધકેલાઈ ગઇ,
એકલતા માં કિનારે બેસી પાણી માં પગ પલારતા,
હવે તો digitization માં નદીઓ જ જાણે સુકાઈ ગઈ,
what's up કહી મેસેજ માં હવે તબિયતો પુછાય છે,
ભાવ સાથે ભાવના ની લાગણી પણ લુવાય ગઈ,
સુખ દુઃખ ની વાતો તો જાણે ઇતિહાસ બની ગઈ,
આ ઇતિહાસ બદલવાની વાત જાણે ફોન માં તણાઈ ગઇ,
શિક્ષણ ની પદ્ધતિ જ જાણે બદલાઈ ગઇ,
એટલે જ અટલ આ દુનિયા ની પથારી ફેરવાઈ ગઈ,
--અમિત વડગામા"અટલ"