તમે જો અંધશ્રધ્ધામાં માનતા હો તો ઠીક પણ ઘણા લોકો આવી અંધશ્રદ્ધામાં માનતા નથી
કારણ તેમનું જે કંઇ હોય પણ કયારેક જુવેલું ને કયારેક સાંભળેલું હોય તો ચોક્કસ તે આપણે માનવું પડે છે...
મારી બાજુમાં આવેલ એક જુના મકાનમાં દરરોજ રાત્રે નવ વાગ્યા પછી એક ગેબી અવાજ આવેછે...
શરુઆતમાં મને લાગતું કે કોઇ વાંદર હશે જે મસ્તી કરતું હશે કે કંઇક ચીજ ઉપર મુકેલ હશે તે નીચે પાડી હશે...
પણ મારો એ વ્હેમ અર્થ વગરનો નીકળ્યો...
તે વાંદરનો અવાજ ના હતો કારણકે તે અવાજ રોજબરોજ નો થઇ ગયો હતો...
રાત પડે ને ઘડીયાળમાં નવ વાગે એટલે તે અવાજ ગમે તે મીનીટે આવી શકે છે...
એક દિવસ મે જાતે તે મકાનની અગાસી ઉપર જઇને ચેક કર્યુ બરાબર રાતના નવ વાગ્યા હતા ને તે અવાજ આવે તે પહેલા હું તે ઘરની અગાશી ઉપર ચઢીને ઉભો રહ્યો...
ઉપર લાઇટ ના હતી માટે હું નાની ટોર્ચ લઇને ગયો હતો...
અગાસીના અંધારામાં એક ખુણામાં ઉભો રહ્યો...
તે અવાજ કેવો આવેછે ને કયાંથી આવેછે તેની ઉપર મારી નજર ને મારું મગજ કામ કરતું હતું...
અને બસ ફકત ચાર મીનીટે એ અવાજ આવ્યો ને હું ચોંકી ઉઠ્યો...
તે અવાજ બરાબર મારી નજીકમાં નહી પરંતું મારા સામેના ખૂણામાંથી આવ્યો હોય તેમ મને પહેલા લાગ્યુ...
પછી હું ઘણો સમય મારી જગ્યાએ ઉભો રહ્યો પણ પેલો અવાજ ફરી આવ્યો નહી...
હું બીજે દિવસે ફરી તે અગાસીમાં પેલો અવાજ ચેક કરવા ગયો તે પણ સમય પહેલા આજ હું તેજ જગ્યાએ ઉભો હતો કે આગલી રાતે તે અવાજ આવ્યો હતો...
બસ એક મીનીટ બે મીનીટ ને ત્રણ મિનિટ ને જેવી ચોથી મિનિટ શરું થાયછે તુરંત પેલા ઠમ કરતો અવાજ આવ્યો પણ આજેય તે અવાજ મારા સામેના ખુણામાંથી આવ્યો...
હવે હું વિચારવા લાગ્યો કે જયા હું ઉભો રહુછુ ત્યા તે અવાજ આવતો નથી પણ તેના વિરુદ્ધના જ ખૂણામાંથી અવાજ નીકળે છે...
હજી સુધી આ અવાજનું રહસ્ય શોધી શકયો નથી...
મારો પ્રયત્ન ચાલું જ છે...
નવાઇની વાત એ છે કે આખી અગાસી ખાલી પડી છે...
કોઇ ઉપર હોતું નથી...
ને આ અવાજ રાતના નવ વાગ્યા પછી જ કેમ આવેછે...
ને તે શેનો ને કેવી રીતે આવેછે તે મારા માટે એક કોયડા સમાન બની ગયું છે...
કભી કભી ઐસા ભી કુછ હોતા હૈ...