નવા_દુઃખો#૪
૧. ગઈ કાલે પેલા બહેન મને જાડી કહી ગયા ને રોજ ઘર માં બધા મને કહે છે કે તું તો મોંઘવારી ને જેમ કૂદકે ને ભૂસકે વધે છે. તો મને થયું કે ચલ, જીમ માં જઈ ને શરીર ઉતરી નાખું. પણ જેવા ત્યાં જઈ ને કૂદકા ને ભૂસકા માર્યા, મારો તો ઢીંચણ જ રહી ગયો , બોલો !
૨. હવે પગ પકડી ને બેસવાનું હતું, એટલે વર્ષો જૂની બહેનપણી ને ઘરે બોલાવી. ખૂબ મજા કરી, મસ્તી કરી, ધમાલ કરી. પણ જતાં જતાં એ મને કહેતી ગઈ કે જન્મે ત્યારે બધા ગાંડા જ હોય છે, પણ કોક તો મોટા થઈ ને પણ એવાં જ રહે છે.! ?
૩.પછી તો મને એમ થઈ ગયું કે આના કરતાં હવે હું માત્ર મોબાઈલ માં જ જીવું. ડોકી નાખી ને બેઠી. ત્રણ કલાકે માથું ઊંચું કર્યું , તો ડોક માંથી ટ રર રર રર રર અવાજ આવ્યો.. લો હવે ગળે ય પાટો આવશે કે શું !
હે ભગવાન, આટલા દુઃખો ના આપ કોઈ ને .. મારે આ દુઃખાવો દૂર કરવા તો mb ની કોમેંટ્સ નો શેક લેવો પડશે ..ને બધા અહીં કોમેંટ્સ નહીં આપી ને મને શોક આપે છે , એ વળી નવું દુઃખ !