" નવી નવેલી નાર"

પાયલ ના ઝંકાર કરતી,
આવી નવેલી નાર,

રૂમઝૂમ રૂમઝૂમ ડગ ભરતી,
કોડે ભરેલી નાર,

હોઠે લાલી ગાલે ખંજન,
ભાલે કંકુ શોભતી,

માથે અંબોડો ગજરો શોભે,
લટક મટક એ ચાલતી,

હાથ માં કંગન ખન ખન બોલે,
બનારસી સાડી માં શોભતી,

નયી નવેલી નાર આજ,
સહુ નું દિલ જીતતી,

મુખે સરસ્વતી મિત ભાષી,
મંદ મંદ સ્વર માં ગાતી,

કોયલ જાણે આંગણે આવી,
સૌના મુખ કમળ ખીલવતી,

નયી નવેલી નાર આજ,
સહુ ના દિલ જીતતી...........

-@કૌશિક દવે

Gujarati Song by Kaushik Dave : 111150990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now