નવા_દુઃખો#૩
હું સાવ નાનકડી..પણ ભગવાને દુઃખ બહુ મોટા મોટા આપ્યા છે..ને તે બી અનંત..
૧. પ્રોગ્રામર , લેક્ચરર ને રાઇટર નો રોલ જ મને ફાવે , પણ ગઈ કાલે તો બોલો કામવાળી જ ના આવી ને મારે ' બાઈ ' મોડ પર જ્વું પડ્યું . અને રજા શેની તો કહે ફ્રીજ લેવા માટે.. મારી પાસે થી ૩૦૦૦૦/- એડવાન્સ લીધા. મારા ઘર નું ફ્રિજ ૧૨ વર્ષ જૂનું છે ?
૨. કામ કરી ને ગઈ કાલે આખું સાડા બત્રીસ ગ્રામ વજન ઉતરી ગયું તો ય રસ્તે ચાલતાં બહેને મને જાડી કહી ?!
૩. મને થયું કે મૂડ સુધારવા હું ગીત ગાઉં.. ત્યાં બારણું ખોલી ને આવી ને પતિદેવ પૂછવા લાગ્યા કે કેમ રડે છે ?
૪. રોજ બધા ની જમવા ની જાત જાત ની અઘરી ફરમાઈશ..સાંજે ખીચડી ખાવી છે બોલો ! પણ કૂકર જ બગડી ગયું છે ને !
બસ, હવે દુઃખો નો સિલસિલો અટકે તો સારું હોં, નહિ તો આંખ માં ઝળઝળીયા આવી જશે( ..ને આંખ નો મેકઅપ બગડી જશે .. એ નવું દુઃખ !)