સંબંધનો મજબૂત પાયો .. ??
ગ્રહણશક્તિ અને સહનશક્તિ . આ બે જ મૂળભૂત પાયા છે જે સંબંધને ઇમારતની જેમ અડગ ઉભું રાખે છે . આપણે જોઈએ જ છીએ મિત્રો કે , અત્યારેના છોકરા - છોકરી કે પતિ - પત્ની તેમજ ભાઈ - બહેન કે બાપ - દીકરી , માં - દીકરો વગેરે સંબંધોમાં ક્યાંક ને ક્યાંક એક ડાઘ લાગે એટલે સંબંધને ફૂલ સ્ટોપ લાગી જાય છે તેની પાછળના કારણો ફક્ત બે જ . ગ્રહણશક્તિ અને સહનશક્તિ .
ગ્રહણશક્તિ એટલે કે સામે વાળું પાત્રનું જે કઈ પાસ્ટને સ્વીકારી લેવું હવે દીકરો હોઈ કે દીકરી કે પત્ની , પ્રેમિકા વગેરે ...
સહનશક્તિ એટલે ખબર જ હશે તમને !! બધું સહન કરતું જવાનું !! નહિ ... એનો સાચો મતલબ એ છે કે વર્તમાન તેમજ ભવિષ્યને સ્વીકારી ખભો મિલાવીને સાથે રહેવું .. હવે દીકરો - દીકરી કે પત્ની - પ્રેમિકા કોઈપણ હોઈ . ચાહે મિત્ર પણ કેમ ન હોઈ ...
બસ આટલુ જ છે , હા સલાહ આપવી હિતાવહ પણ પેલે આટલું કરો પછી આપોઆપ એ જ બોલવા માંડશે બધું ... ?
અસ્તુ
- યશ સોમૈયા ✍
આવાઝ