આજે મારું કોઈ નથી !
સબંધો બધા દિલથી,
ખાલી મારું જ કોઈ નથી.
લાગણી બધા સાથે રાખી,
તેને વાચનાર આજે મારું કોઈ નથી.
પ્રેમ આત્માના સ્પર્શથી કર્યો,
મને જ ચાહવા વાળું,આજે મારું કોઈ નથી.
હાથ પકડીને ચાલુ છું,
મારો જ હાથ પકડવા વાળું,આજે મારું કોઈ નથી.
બધાને સમજવાની કોશિશ કરી,
મને સમજે એવું,મારું કોઈ નથી.
ભરોસો લૂંટાવી દીધો પોતાના સમજી,
મને સગ્ગો સમજનાર,આજે મારું કોઈ નથી.
ધવલ રાવલ
TRUST ON GOD