નવાં_ દુઃખો#૨
ગઈ કાલ થી આજ પડી.. નવા દુઃખો નો સિલસિલો જારી છે
૧. ગઈ કાલે કોઈ એ મને ખાસ લાઈક આપી જ નહીં...જો કે આ બ્રાન્ડ ન્યુ દુઃખ નથી.. mb માં જોડાઈ ત્યાર નું આ ચાલ્યું આવે છે
૨. કેટલી ગરમી છે, બાપ રે.. અને બીજા ના ઘર કરતાં સાવ વિરુદ્ધ મારા ઘર માં બધા જ પાણી ની બોટલ ભરે છે, પણ કોઈ ફ્રિજ માં મૂકતું જ નથી.. બધું મારે માથે !
૩. ગરમી માં મારો આઇક્યું પીગળી જાય છે, શું કરું તો મારા શબ્દો બરફ ના ચોસલા ની જેમ જામે ને લોકો ના દિલ માં ઠંડક કરે ?
૪. દુઃખો માં ડુંગર થી મગજ દટાઈ ગયું , એટલે છેલ્લી તકલીફ ભૂલી ગઈ.. કાલે યાદ કરી ને કહીશ.