Gujarati Quote in Good Morning by Gadhadara Jayou

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛મોસમને બદલાઈ જવાની આદત છે,
ફૂલોને કરમાઈ જવાની આદત છે...

કાયમનો સથવારો તો ક્યાં મળશે તમને,
રસ્તાને ફંટાઈ જવાની આદત છે...

દરવાજો ટેવાઈ ગયો છે લોકોથી,
ભીંતોને શરમાઈ જવાની આદત છે...

એને મનાવા કોની બાધા રાખું છું,
એને તો રીસાઈ જવાની આદત છે...

અમને તો ક્યાં ક્યાંથી સમેટે કોઈ પણ,
અમને તો વિખરાઈ જવાની આદત છે...

તારી શરતોબરતો કોણે ગણકારી,
અમને ખુદ બંધાઈ જવાની આદત છે...❜

NJayuN

Gujarati Good Morning by Gadhadara Jayou : 111148218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now