. *પુસ્તક*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*હું એક પુસ્તક છું*;
મારો ભરોસો એક પુસ્તક છે,
પણ કોઈ સમજે તો ખરું !
મારો પ્રેમ એક પુસ્તક છે,
પણ કોઈ તેમને નિભાવે તો ખરું !
મારી લાગણી એક પુસ્તક છે,
પણ કોઈ એમને વાંચે તો ખરું !
મારા વિચારો જ મારું પુસ્તક છે,
પણ કોઈ તેમને સ્વીકારે તો ખરું !
મારું દિલ એક પુસ્તક સમાન છે,
પણ કોઈ એમને પ્રેમ આપે તો ખરું !
મારા ભગવાન એક પુસ્તક છે,
પણ કોઈ ભરોસો કરે તો ખરું !
મારા અશ્રુઓ મારા પુસ્તક છે,
પણ કોઈ તેને અજમાવે તો ખરું !
મારું જીવન જ એક પુસ્તક છે !
કારણ ?
*હું એક પુસ્તક છું*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
*TRUST ON GOD*