અવળે મારગ જતાં નિવારે, પુસ્તક પરમ સંગાથી મારે.
ના થઈ શકે કોઈ એની હારે, પુસ્તક પરમ સંગાથી મારે.
લાવે પરિવર્તન સદા વિચારે, પ્યારું લાગતું જીવનસારે.
ઘડતર કરતું જીવન વારેવારે, પુસ્તક પરમ સંગાથી મારે.
સદગુરુ સમ હોય વ્યવહારે, ડૂબતાને પણ કદી એ તારે.
એથી અધિક ન હોય સંસારે, પુસ્તક પરમ સંગાથી મારે.
વાચન ક્ષુધા પ્રત્યેકની જે ઠારે,હોય મિત્ર તણા અણસારે.
સુજ્ઞજન સદા જેને આવકારે, પુસ્તક પરમ સંગાથી મારે.
અર્પી સદગુણ જીવન સંવારે,અજ્ઞાન અંધકાર જે વિદારે.
પયગામ પરિવર્તનનો પ્રસારે , પુસ્તક પરમ સંગાથી મારે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '