આમ ભરચક , આમ ખાલી.
મન તો છે જાદૂઈ પ્યાલી.
એ હતી નવજાત તો યે ,
વાત આખી રાત ચાલી.
છે સવાલો સાવ નક્કર ,
પણ જવાબો છે ખયાલી.
ઘાસની લીલી સભા પર ,
શ્વેત ઝાકળની છે લાલી.
કેફિયત મારી સૂણી ને ,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.
તું ગણિત એવું ગણે કે -
મુઠ્ઠી મુદ્દલ, વ્યાજ પાલી...