અરમાન જીંદગીના પુરા થાય તો ઘણું છે, બે-ચાર કામ સારા થાય તો ઘણું છે...!
મુશ્કેલ જીંદગાની એની તો મજા છે, ઝિગરથી ઝામ એનો ઝીરવાય તો ઘણું છે...!
લવલેશ મોતનો ડર મુજને નય સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વરતાય તો ઘણું છે
વધુ નથી અબરખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢિને મરાયતો ઘણું છે...!
અને છેલ્લે એક જ આશા છે ભગવા ધારી સાધુની,
આ ભારત દેશ ફરીથી નંદન વન થાય તો ઘણુ....