Gujarati Quote in Thought by Dharmesh Vala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ આંગળીને લાગી નવાઇ
નવડાવી ધોવડાવી કીધી તૈયાર ત્યારે મનમાં ને મનમાં હરખાઇ

આટલું તો માન કદી મળતું નથી
ને કદી રાખતું નથી ય કોઇ ધ્યાન
આજે તો નખ સુધ્ધાં કાપીને આપ્યું છે
આંગળીને અદકેરું માન
હેન્ડક્રીમ લોશનથી રેલે સુગંધી
એને પ્રીતેથી છે શણગારાઇ
આજ આંગળીને લાગી નવાઇ !

ન્હાઇ ધોઇને એવી લાગે રુપાળી
છે આપણી ને તોય જાણે નૈં !
હાથને ય લાગે છે અડવાણું આજ
હતી કાલે જે એ તો ક્યાં ગૈ ?
ટપકું આ કાળું છે એટલે કર્યું કે
મૂઇ જાય નહીં આજે નજરાઇ
આજ આંગળીને લાગી નવાઇ !

#તુષાર_શુક્લ

Gujarati Thought by Dharmesh Vala : 111146236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now