Gujarati Quote in News by kashyapj joshij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજકોટમાં મતદારને હાર્ટએટેક : સારવારમાં

રાજકોટ શહેરમાં આજે વોર્ડ નંબર 15 માં 76 નંબરની શાળામાં મતદાન માટેની લાઈનમાં ઉભેલા એક મતદાર ને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 15 માં આવેલી 76 નંબર ની શાળા માં આજે ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતું.

આવા સમયે મતદારોની લાઇનમાં ઉભેલા આંબેડકર નગરમાં રહેતા કમાંભાઈ વઘેરા નામના આધેડને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા ત્યાં હાજર રહેલા વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ તાત્કાલિક સરકારી એમ્બ્યુલન્સ 108ને બોલાવી ને અસરગ્રસ્ત કમાભાઈ ને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જાણકારોના કહેવા મુજબ કમાભાઇ ચૂંટણી લડી રહેલા તેમના ભાઈને મત આપવા આવ્યા ત્યારે આ બની ગયો હતો અચાનક બનેલા બનાવથી અન્ય મતદારોમાં ચિંતા ફેલાવી હતી.
(કશ્યપ જોશી)

Gujarati News by kashyapj joshij : 111146057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now