આજનું રાજકારણ અને ઈલેક્શન !
મિત્રો જરા શાંત ચિત્તે વિચારો !
રાજની પક્ષાપક્ષી પ્રજામાં પક્ષાપક્ષી સર્જે છે.
મારે મન આ સારા એંધાણ નથી.
એક જ કુળમાં જન્મેલા કોઈપણ ભોગે
સ્વ- કુળપ્રતિષ્ઠા જાળવતા હતા.
દા.ત. રામાયણના રામ અને ભરત.
જ્યાં સત્તા કોઈ ભેદ પાડી શકતી નથી.
જ્યાં સિંહાસન કોઈ આકર્ષણ ઊભું કરી શકતું નથી.
આજનું રાજકારણ, એ ભેદનું કારણ છે,
મને તો એવું લાગે છે કે કોઈ એવો સમય આવી રહ્યો છે
કે જ્યાં ભાઈ- ભાઈ વચ્ચેના બંધુપ્રેમની સમર્પણ કથાઓ ગવાતી નહી હોય, પરન્તુ ભાઈ-ભાઈ વચ્ચેના વેરની વાસ્તવિક ઘટનાઓ જોવા મળતી હશે.
માનવીના મન એવા છે કે એ એની ઉત્કૃષ્ટ ભાવનાઓથી સ્વર્ગ સર્જી શકે છે અને એની નિકૃષ્ટ ભાવનાઓથી નર્ક પણ સર્જી શકે છે.