..
................... થોડો આમાં પણ ખોવા જે........
... માનવ તું તો પંખી છે.
મુક્ત ગગનમાં વિહરવું એ તારું લક્ષણ છે .માનવ તું તો ગુલાબ છે સૌને ખુશ રાખવા ને સૌના ચરણ કમળ માં રહેવું એ જ તારી મોટાઈ છે ...તારું અંતરમન મોબાઈલ જેવું છે તે ગમે ત્યારે પ્રભુની સાથે વાત કરી શકે છે...
.....પણ??..
તું તો બસ ક્યાં ખોવાયો છે?
પૈસા કમાવાની હરીફાઈમાં?
મોટો માણસ બનવાની ઈચ્છા માં?
બંગલા ગાડી ને સોના-ચાંદીની ની લાલચમાં?
....ચાલો જીવન જીવવા માટે આ પણ જરૂરી ગણો.....
...પણ... જીવનમાં પ્રેમ. દયા. વિશ્વાસ. સત્યતા. ન્યાય. નીતિ. સહકાર .શીલતા. સહનશીલતા. સંયમ.
....સૌમાં શોભે તેવું ...વાણી વર્તન અને વ્યવહાર . બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી ....
...આટલામાં પણ થોડો થોડો ખોવા જે ....
કારણ કે અંતે તો હેમનું હેમ જ હોય....
.એટલે કે ...ગમે તેટલું હોય પણ આ જીવનમૂલ્યો જ જીવનમાં કામના..
બાકી બીજું બધું નકામું. નકામું . નકામું .
કવિ શ્રી મકરંદ દવેની આ પંક્તિ અહીં ટાંકવી ગમે
....નોટ ને સિક્કા નાખ નદીમાં...
ધૂળિયે મારગ ચાલ... ધૂળિયે મારગ ચાલ... ધૂળિયે મારગ ચાલ.....