ગાંધીનગરના રસ્તા ઉપર રેલાયો ગરમાળાના ફૂલોનો પીળો રંગ....ક્યાંક કેશુડો, તો ક્યાંક ગુલમહોર રસ્તાઓ પર કુદરતી રંગોળી કરી રહ્યા છે...કુદરતનો આ સુંદર નજારો જોઇને સુરજના આકરા તાપ સામેનો રોષ થોડો ઓછો થાય છે....!
કેટલીયે જગાએ કેરીઓથી લચી પડેલા આંબા અને એની નીચે પથ્થર ફેંકી કેરી તોડવાનો પ્રયાસ કરતા છોકરાને જોઇને બાળપણ યાદ આવી જાય છે... તો આંબા ડાળે ટહુકતી કોયલ જોઇને હજી સામે ટહુકો કરવાનું મન થઇ જાય... ઠંડી ઠંડી છાસ કે લીંબુપાણી પીવાની મજા આ ગરમીમાં મળી જાય ત્યારે ઉનાળો એટલો આકરો નથી લાગતો...
રાત્રે મારો મોગરો મહેકી ઉઠે ત્યારે આપોઆપ કુદરતને થેંક્યું કહેવાય જાય... દુનિયાનું કોઈ અત્તર છોડ પર રહેલા, થોડાંક પાણી વડે ભીંજાયેલા મોગરાના તાજા ખિલેલા ફૂલ, મોટી થઈ ગયેલી કળીઓ અને કુંડાની માટી મિશ્રિત જે સુગંધ આવે એનો મુકાબલો ના કરી શકે... ચાંદની ચાંદનીમાં ચમકતાં શ્વેત મોગરાના ફૂલોને જોવાની મજા ઉનાળાની બપોરની ગરમી સહ્યા બાદ જ આવે...
So... બળબળતી બપોરનો ઉકળાટ ઠાલવ્યા વગર પ્રકૃતિને જુઓ અને એની જેમ હર એક સંજોગ સામે તમારું બેસ્ટ આપતાં રહો... જીના ઈસી કા નામ હે પ્યારે ?
આપ સૌને નિયતી ના જય શ્રીકૃષ્ણ ?