કેવી લાગે છે ? આ આદત ની પણ અસર કેવી લાગે છે?
તું મળે કે ના મળે એવી કોઈ ઈચ્છા નથી .પણ ,આ ઈચ્છા ને ક્યાં કોઈ વાડ લાગે છે.
છુપાવી ને સંતાળુ છું મુજ ને મારી નજર થી,તને આવતા જોઈ ને ઘેલછા લાગે છે.
કેમ કરી ને રોકુ મને ,હું આટલો તો તારા થી આઘો નથી.
લેશ માત્ર પણ તારી સમીપ જાઉં ,એટલી તું નજીક લાગે છે.
પી લઉ ,કી ચાખી લઉ,કે પાણી ની જેમ ઉતારી લઉ,
આ પ્યાસ નહિ પણ હૃદય ની મીઠી તરસ લાગે છે.
જાડેજા રવિરાજસિંહ "હૃદય"