મીરાં ચાહતા કૃષ્ણને
ચાહી કૃષ્ણને બન્યા કૃષ્ણમય
અંત માં સમાયા બની કૃષ્ણમય
શબરીએ ખવડાવ્યા બોર રામને
બની ને રામ ના ભક્ત
અંતર્ધ્યાન થયા રામ દ્વારા બની રામમય
છે એક તત્વના બે રૂપ
રામ તથા કૃષ્ણ
મૂળ રૂપ છે વિષ્ણુ
છે વિષ્ણુ સ્વંય ભાગ્યશાળી
બનવા શબરી ના રામમય
બનવા મીરાં ના કૃષ્ણમય
અંત બન્યો વિષ્ણુમય