.... ઋત બાવરી....
...કે લાગે... કે લાગે...
નવા નવા દિવસો છે,
નવી નવી રાતો છે...
હૈયે તો એક જ છે,
હોઠે જુદી વાતો છે...
ચાલ કહી દઉં, આજ વહી જઉં...
ચાલ કહી દઉં, શાને રહી જઉં... આજે!!!
કે લાગે... બાવરી લાગે ઋત બાવરી લાગે...(2)
જોને જોને મારી આ, ઘેલી ઘેલી આંખોમાં...
કેવા કેવા સપનાંઓ જાગે...
કોને કોને સમજાવું, છાને છાને હરખાઉં...
શાને શાને વ્હાલું સૌ લાગે...
કે લાગે... બાવરી લાગે ઋતુ બાવરી લાગે !!!
હોઠોથી જે ના છલકે, પણ મારી આંખે મલકે...
વાંચી લે છે કે કહીં દઉં જાતે...
જો તું એમાં હો રાજી, પહેલી હું ખોલું બાજી...
રહેવું તો છે બસ તારી સાથે...
કે લાગે... બાવરી લાગે ઋતુ બાવરી લાગે !!!
નવા નવા દિવસો છે ... નવી નવી રાતો છે...
( કિંજલ દવે)