English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો પતિ પત્ની નો સંબંધ પહેલા ખુબ જ પ્રેમાળ હોય અને પછી કોઈ કારણોસર એમાં કોઈ મતભેદ ઉભા થયા હોય અને મતભેદ મનભેદ સુધી પહોંચે તો એ બંને જણે એક સાથે બેસી ને એમના સંબંધ ને લઈને એક વાર ફરી થી વિસ્તૃત ચર્ચા કરી લેવી જોઈએ..
પતિ પત્ની એ ક્યારેય કોઈ બીજી વ્યક્તિ જોડે પોતાના પતિ પત્ની ના સંબંધ માં આવેલા ખટરાગ ની ચર્ચા ના કરવી..
જેના પર પૂર્ણ વિશ્વાસ હોય જે સાચે જ તમારા શુભચિંતક છે એને જ આ વાત કહેવી.. જેની તેની જોડે ક્યારેય અંગત સંબંધો ની ચર્ચા ના કરવી,
કેમ કે કેટલાક કહેવાતા આપડા ની આંખો માં એકલું ઝેર ભરેલું હોય છે.. એ લોકો જો તિરાડ જોઈ જશે તો એ તિરાડ ને પૂર્વા ના બહાને એમાં સાયલન્ટ હથોડી અને ટાંકણું લઈને મોટું કાણું પાડી દેશે એનું ધ્યાન રાખવું.. અને હું તો કહું છું કે બગડેલા સંબંધ ને સુધારવા માટે કોઈ મધ્યસ્થી ની જરૂરત જ નથી જો બંને પક્ષ માં હજુ પણ એક બીજા પ્રત્યે માન સમ્માન છે તો એકવાર સાથે મળી ને એ વિષય પર ચર્ચા કરી લેવી.. અને હંમેશા શરૂઆત આપડે કરવી માફી માંગવા ની જો સંબંધ ને ટકાવો છે તો... કોઈ બીજા ને આ કામ સોંપશો તો બની શકે એ વાત નું વતેસર પણ કરી નાખે..
કેમ કે લોકો ની આંખો માં મન માં કેટલાય પ્રકાર નું ઝેર ભરેલું હોય છે..
અને હું તો કહું છું કે પતિ પત્ની એ ક્યારેય એમના સંબંધ માં કોઈ બીજું દખલ કરે એવો મોકો જ ના આપવો..
અંગત વાતો અને અંગત મતભેદ ને અંગતતા થી જ સોલ્વ કરવા જોઈએ તરાર વ્યક્તિ ને અંદર દાખલ કરવા થી અંગતતા જાહેર થઇ જાય છે.. અને જાહેર વસ્તુ કે વાતો નો દરેક જણ પોતાના ફાયદા ની રીતે ઉપયોગ કરે છે..

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111142154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now