. *:::* *સંદેશ* *:::*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ભરાઈ ગયેલું પુષ્પ તૂટી ના જાય,
મીઠું ફળ સુકાઈ ના જાય,
સતકર્મ કરતાં વ્યક્તિના દરવાજે !
ક્યારેય પણ અંધારું છવાઈ ના જાય.
ઊગતા સૂર્ય સાથે,
અને,
આથમતા સૂર્ય સાથે,
મોકલું ભગવાન,
*તને સંદેશ આજે*.
હવાની લહેરથી જોજે,
મુખ પુષ્પનું ફરી ના જાય,
જશે નહિતર તારી જ ઈજ્જત,
*ક્યાંક આ સંદેશ ઠુકરાઈ ના જાય*.
રાત્રીના એ ટમટમતા તારલાઓ સાથે,
સવારમાં વગડતા તારા નગારા સાથે,
મોકલું ભગવાન,
*તને સંદેશ આજે*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD