ચાંદ ની ખૂબસૂરતી કંડારી ન શકાય,
એને બસ માણવાની હોય,
સ્ત્રી ને કદી સમજી ન શકાય,
એને ફક્ત ચાહવાની હોય,
ઈશ્વર નું અસ્તિત્વ જાણી ન શકાય,
શ્રદ્ધા તોયે રાખવાની હોય,
સફળતા નો સ્વાદ રાંધી ન શકાય,
તો પણ એને ચાખવાની હોય
'સાહેબ' ની શાયરી માત્ર વાંચી ન શકાય,
લાગણી એની જાણવાની હોય