બડા ન દેશે બુડવા, એની બાંધવ પકડશે બાય
શીતળ વડની છાંય, નિંદરા લાવે નાનકા
(મોટા સજજન મિત્રો આપણને બૂડવા નહીં દે. એ લોકો આપણો હાથ પકડી લેશે અને સહાયભૂત થશે. જેમ વડલાની ઠંડી છાયામાં આપણને શિતળતાનો સ્પર્શ થાય છે અને ઊંધ આવી જાય છે. હંમેશાં સમૃદ્ધ સજજનો, મોટા મનના માનવીઓની સંગત રાખવી. આશ્રય લેવો. આપણને સહાયભૂત થશે. આરામ અર્પશે. )