તડકા ની જ બનેલી છત માં રહ્યો છું હૂઁ..
તુ જ કેહ હવે છાયડો શોધું ક્યાં?.
કિનારાઓ ની જ સાજીશો થી ડૂબ્યો છું હૂઁ...
તું જ કેહ હવે કાંઠો શોધું ક્યાં?
અંધારાઓ ના જ સહારે ઊભો રહ્યો છું હૂઁ..
તું જ કેહ હવે અજવાળું શોધું ક્યાં?
સન્નાટાઓ ના જ પ્રેમ માં પડ્યો છું હૂઁ..
તું જ કેહ હવે ઘોંઘાટ શોધું ક્યાં?
પોતાનું જ સરનામું વિસરયો છું હૂઁ...
તું જ કેહ હવે જાત ને શોધું ક્યાં?
Anv◆