Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલ એક સજા
ધણા દિવસ પછી છમછમ પિન્ક કલરના નાઈટ ડ્રેસમાં ગુલાબી લિપસ્ટિક સાથે આજ વધારે જ ખૂબ સુરત લાગતી હતી. જેથી પ્રીતનું ધ્યાન વારંવાર તેની તરફ ખેંચાઈ આવતું. ટેબલ પર કોફીનો મગ પડેલો તેના ઉપર ટેબલ લેમ્પ આછો પ્રકાશ પાથરી રહ્યો હતો. ઓફિસેથી સીધો અહીં બ્લ્યુ સ્ટાર કોફી હાઉસમાં પહોંચેલો પ્રીત સામે ખુરશીમાં બેઠેલો.કોફીનો શેપ મારી મગ ટેબલ પર મૂકતા કહ્યું. સમગ્ર સુંદરતા ઈશ્વરે નારીને બક્ષી છે.કહેતા જ છમછમ સામે નજર કરી તો તેણીની આંખો નમ્રતાપૂર્વક ઝૂકી ગઈ. પ્રીતે પોતાના હાથમાં હાથ રાખી આંખોમાં આંખ મેળવીને હળવેકથી પૂછ્યું: એક વાત પૂછું ?? બોલ ને. હવે આપણે Bf(બેસ્ટ ફ્રેન્ડ) જ માત્ર નથી રહ્યા..!!! તો ?? તેમણે વળતો પ્રશ્ન કર્યો. આપણા બેઓ વચ્ચે કૈંક એવું છે હું અને તું ને એક-મેકમાં જોડે છે. ચાલ જુઠ્ઠા. પ્રીતે તેના હાથને પોતાના હ્દય પર મુક્તા કીધું. અમુક સમયથી આ ધબકાર સતત તારું નામ રટણ કરે છે. તારા વિના હું એકદમ અપૂર્ણ છું. જહાં..જાયે...તું..સંગ.. મુજે..લેજા, લેજા, લેજા..રે,ઓફિસની ખુરશી પર બેઠેલો પ્રીત ભૂતકાળમાં જીવતો હતો. આજ તે ક્યાંક સ્વપ્નાંઓની દુનિયામાં ખોવાઈ ચૂકેલ માણસ બની ગયેલો લાગતો હતો. તેની પાસે આવેલી સનમ ક્યારની તેને બોલાવી રહી હતી. છતાં તે ગુમસુમ લાગતો એટલે પ્રીતની આંખ સામે ચપટી વગાડી તેથી તેનું ધ્યાન ભંગ કરી નજર મિલાવતા કહ્યુ કહાં ગુમ હો ?? પ્રીત. આજકાલ ક્યાં ખોવાયેલ રહો છો ?? ના હવે ક્યાંય નહિ. ન બોલવા છતાં થોડા શબ્દ સરી પડ્યા એ તો,ત્યાં વાત કાપતા કહ્યું. બોલોને ?? આ બધા ઇ-મેલ કરવના છે. સાંજે બોસના સનનો બર્થડે છે.તો તું છનછનને પણ આજ સાંજે મીજબાનીમાં તારી સાથે લાવવાની છે. પાર્ટીમાં Ok બીજું કશું ? ના બસ એ જ કામ હતું. કહી કલિંગ કેબીન બહાર જતી રહી. સાંજ સમયે રસ્તા પર કામ પરથી આવતા લોકોની ભીડ હતી. પવનની લહેર આવતાની સાથેજ રસ્તાનો બધો કચરો કિનારે પહોંચી જતો. ખુલા આકાશમાં વાદળો ઉડતા હતા. એવામાં પ્રીત ઓફિસથી છૂટી પોતાની બાઈક પરથી ઘરે જતો'તો ત્યાં તેણે છનછનને ફોન કર્યો. આ.. ક્યારે એક રિંગમાં ફોન રિસિવ જ ન કરે હો.. ત્યાં સામેથી આવાજ આવ્યો..એ હા હું કામમાં હતી. બોલો: હમણાં તું તૈયાર રહેજે.હું મારા ઘરે પહોંચી ને તરત જ તને લેવા આવું છું. જંકશન પાસે આવતા જ અચાનક ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શરૂ થઈ ને પ્રીતના ખભા પર ફોન કાન સાથે લગાવેલ હોવાથી તે સિગ્નલ જોવાનું જ ભૂલી ગયો. એટલે સામેથી આવતી પુરવેગે દોડતી બસ સામે જોઈ બ્રેક મારતા અથડાઈ. બાઈક સ્લીપ થયું પછી બાઈક પરથી બસ સવાર થઈ ગઇ. ને ડિવાઈડર પાસે પ્રીત ઘસળાતો પહોંચી ગયો. તરત જ લોકોની ભીડ જમા થઈ ગઈ. પેલા એ કહ્યો અરે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો.. અરે તે પછી કે જો પેલા પાણી પાવ એને .. પણ હવે કોઈ ફાયદો નથી.. રેવાદો…બધું.. ત્યાં બર્થડે પાર્ટીમાં બધા લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને ઘરે પ્યારી છનછન દરવાજેથી બહાર નજર નાખતી ટાંકી રહેતી. ત્યાં તેને ફોનમાં msg મળ્યો જેથી તેણે રાહતનો શ્વાસ અનુભવ્યો. તેમાં લખ્યું હતું. I 'm so sorry. હવે આપણે ફરી ક્યારેય મળી નઈ શકીયે.એ વાંચી છનછનની આંખો છલકાઈ ગઈ. એમને ભૂતકાળનો એ પ્રથમ દિવસ યાદ આવ્યો. જ્યારે પ્રીત અને છમછમ ની શરૂઆતી મુલાકાત હતી. પ્રીતે શોપિંગ મોલમાં તેને પ્રપોઝ કર્યું ત્યારે સૌ કોઈ તાળીઓ વગાડતા હતા… Bhavesh parmar.

Gujarati Story by Parmar Bhavesh : 111141396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now