સાચું કહ્યું તે તું એક્સપેક્ટેશન ના રાખીશ મારાથી,
પોતાનાઓએ જ સમજ્યા નહિ
ક્યાં સમજી શકીશ મને તું...
સાચું કહ્યું તે હું વિશ્વાસ નહિ મુકું તારા પર,
જેના પર કર્યા એને જ તો શ્વાસ તોડ્યા છે...
સપના જોવા જતાં જ તો હકીકતે લાત મારી છે,
તારા ને મારા કિસ્મતે એકસાથે તો આંખ મારી છે...
હોઈશ હું જરા પણ હાસ્યનું મોજું,
દિલ દરિયો બનાવવાનું રાખું છું હું ગજું...
શબ્દોને મારા પકડીને ક્યાં સુધી ચાલીશ તું,
ખબર નહિ ક્યારે પેટ પકડી હસાવિશ તું!
પળના કલાકમાં ને આંખોના પલકારામાં,
જોવા નહીં મળે તો દિવસના ઉજાસમાં...
સાચું કહ્યું તે તું એક્સપેક્ટેશન ના રાખીશ મારાથી,
પોતાનાઓએ જ સમજ્યા નહિ,
ક્યાં સમજી શકીશ મને તું...
❤️રાધે રાધે❤️