મેઘના ની સગાઈ થઈ એ ખુબ ખુશ હતી. ઘર માં માં બાપ ભાય બહેન નો હરખ સમાતો નથી આ ખરીદી તે ખરીદી તૈયારી ફૂલ જોશ માં ચાલી સગાઈ નો મંડપ થી લઈ ને રસોઈ બધી જ તૈયારી ઓ થઈ ગઈ આ હું લખુ છું ખુબ પેહલા ની વાત છે.
ત્યારે મોબાઈલ ફોન ન હતાં. છોકરા છોકરી બહુ વાત કરતાં નહીં.
સગાઈ નો દિવસ હતો મેઘના ખુબ તૈયાર થઈ. ઘરના સગા સબંધી પણ આવી ગયાં.
નાસ્તા પાણી ચાલતા હતાં. સવાર નો 10 વાગ્યાં નું મુહર્ત હતું.
10 વાગ્યાં 12 વાગ્યાં એમ ઘણી રાહ જોઈ પણ કોઈ દેખાયું નહીં. છોકરી ના પિતા ને ચિંતા થઈ. એમણે વિચાર્યું ઘણું મોડું થયું ચાલો જમણવાર ચાલુ કરી દઈએ.
આમ 1 ને 2 એમ બપોર એમ જય થઈ મોડે મોડે જેણે નક્કી કરાવ્યું હતું એ ભાય આવ્યા.
માફી માંગુ છું મેઘના ના બાપુજી પણ છોકરો ના પાડે છે માટે સગાઈ નહીં થઈ.
સાંભળી મેઘના ના પિતા ત્યાં મંડપ માં જ બેસી પડ્યા.મેઘના રડી રડી ને થાકી. સગા વ્હાલા એમ દિલાસો આપી ગયાં. ને મંડપ ને બધું જાણે હવે કડવા દોડતું હોય એમ લાગ્યું.
પણ થોડા જ સમય એનાથી પણ સારા છોકરા સાથે મેઘના ના લગ્ન થઈ ગયાં.
ને બધા આ વાત જાણે ભૂલી જ ગયાં હતાં પણ કુદરતે જાણે યાદ રાખ્યું હોય એમ થયું.
એજ છોકરો જે મંડપ નો આઘાત મેઘના ના બાપુજી ને આપ્યો હતો એની પોતાની જય દીકરી ની સગાઈ નો મંડપ એમ ખાલી રહ્યો.
એજ ઘટના એની સાથે થાય જીંદગી જાણે ફરી ઘૂંટાય જેણે એક દીકરી ના બાપને રડાવ્યો આજે એય કોઈ દીકરી નો બાપ બન્યો ને કુદરતે જાણે પોતે બદલો લીધો....
"ગામ આખુ જોઈ રહ્યું.... કારણ વર્ષો પેહલા ની વાત યાદ આવી. લોકો ની જીભે એ વાત યાદ કરી ને બોલી જય રહ્યા કોઈ બાપ ને તે રડાવ્યો આજે એને નહીં કુદરતે તને રડાવ્યો.
" જરા જો મંડપ આ વેદના એનેય અનુભવેલી એ તુંય અનુભવ"
કરેલું અહીં જ ચૂકવવાનું...
ઉપર વારા થી ક્યાં કાંઈ છૂપું...
ખાતાવહી એનેય રાખી છે...
આપણા કરતાં બે કદમ એ ચાલે છે....
અસ્તુ