લગ્નના દોઢ વરસ પછી ઘરમાં ફરી આનંદ છવાયો...
સાસુએ માતાજીની માનતા માની...
સસરાએ ખુશીમાં બીડી મુકી દેવાનુ પણ લીધુ...
નણંદે નામ શોધી રાખ્યા.. ...
દિયર કાકા બનવાના સપના જોવા લાગ્યા...
પત્નિ પણ પોતાના આવનાર સંતાન માટે વિચારવા લાગી કે દિકરો આવશે કે દિકરી!!!!
છેવટે એ રાત્રે પત્નિએ વ્હાલથી પતિનો હાથ પોતાના ભરેલા પેટ પર મુકી પુછ્યુ...
“વ્હાલા..શું લાગે છે? કોણ આવશે?...”
પતિએ હંમેશની બેફિકરાઇથી ફેસબુક જોતા જોતા કહ્યુ ...
“આવશે તો મોદી જ.”