મોહિત આજે ક્યાંક ઉદાસ લાગતો હતો . લાગતું હતું કે બધી તકલીફથી ટેવાઈ ગયો હોય પણ તકલીફ તો દરેક ને હોય એમાં શું મૂંઝાવાનું લાગતું હતું કે કંઇક કરશે આજે.
પછી તેનો મૂડ ખરાબ હતો એટલે મેં તેને એકલો મૂકવાનું નક્કી કર્યું . કે જાતે જ સરખો થઈ જશે. પણ મને શું ખબર કે તેના મગજ માં શું ચાલતું હશે તે તો આ બધા થી હારી ને આત્મહત્યા કરવા નું વિચાર્યું હતું તેને ડેમમાં પડી ને આત્મહત્યા કરવા નીકળી ગયો હતો.
પણ રસ્તામાં ટ્રાફિક વધારે હતું. એટલે તેનું બાઈક પહેલી આગળ જતી છોકરી સાથે અથડાયું. તે છોકરી નું નામ હતું નેહા.
નેહા એક કંપની માં કામ કરતી હતી અને તેને ઓફિસે પહોંચવામાં મોડું થઈ રહ્યુ હતું. પણ આ એક્સિડન્ટ થયો અને મોહિત તેને હોસ્પિટલ લઈ ગયો હોસ્પિટલ ગયા પછી ખબર પડી કે ફેક્ચર આવ્યું અને નેહાએ મોહિત તરફ ગુસ્સામાં જોયું.
અને પછી નેહાએ મોહિત ને કહ્યું કે હવે તું મને દરરોજ ઓફિસ લઈ જઈશ અને મૂકી જઈશ મોહિતે હા પાડી.
પછી શું હતું કે દરરોજ મોહિત નેહા ને ઓફિસે લઈ જતો અને મૂકી જતો. આમ કરતાં 3 માસ સુધી ચાલ્યું નેહા અને મોહિત એકબીજાને ઓળખી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાક બંને એકબીજાને પસંદ પણ કરી રહ્યા હતા. હવે નેહા નો ફેકચરનો પાટ્ટો પણ ડોકટર તેને કાઢવાનું કહ્યું પણ નેહા તે પાટ્ટો કઢાવવાનું મન જ ન હતું
મોહિત દરરોજ નેહા ને લઈ જતો અને મૂકી જતો બન્ને ને એકબીજાનો રાશ ગમી રહ્યો હતો. પણ નેહા ને ખબર હતી કે આ બધું લાંબો સમય નહિ ચાલે. કારણકે. નેહા ને લાસ્ટ સ્ટેજ ઉપર બ્રેઇન ટ્યૂમર હતું જે મોહિત ને ખબર ન હતી.
નેહા પણ મોહિત ને કઈ કહેવા માંગતી ન હતી. અને મોહિત તો આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું તે નેહા ને ખબર ન હતી.
પણ આજે મોહિત ખુબજ ખુશ હતો આજે મોહિત નેહાને પ્રપોઝ કરવાનો હતો. જ્યારે મોહિત નેહા ને લેવા ગયો ત્યારે
સોફા ઉપર બેઠેલી, નેહા ઊભી થઈ અને તેને અચાનક જ ચક્કર આવ્યા અને તે મોહિતની બાહો માં પછી મોહિત અને નેહાના આંટી બંને હોસ્પિટલમાં લઈ ગયા નેહા ને દાખલ કરી.
પછી નેહાના આંટી એ બધી વાત કરી કે નેહાં ને લાસ્ટ સ્ટેજ ઉપર બ્રેઇન ટ્યૂમર છે તે સાંભળતાની સાથે જ મોહિત અંદર થી ભાંગી ગયો.
એટલામાં નેહા ભાનમાં આવી ત્યાં મોહિતેને જોયો એને તેને હાસ્ય છલકાયું પછી તેને મોહિતને બધી વાત કરી અને મોહિત વિચારમાં હતો કે પ્રપોઝ કરું કે નહિ કે પછી તે સ્વસ્થ થઈ પછી કરું એટલામાં નેહા જ તેને પ્રપોઝ કર્યું કોણ જાણે મોહીતની સામે તે તમામ ક્ષણો 1મિનિટમાં આવી ગઈ કે જે તેને નેહાની સાથે વિતાવેલી અને પછી અને મોહિત પણ લાગ્યું કે આ લાસ્ટ ક્ષણો છે નેહા સાથે ની પછી મોહિતે ના પ્રપોઝ કરવા ની સાથે જ નેહાનું અવસાન થયું અને મોહિત આત્મહત્યા ના વિચારો માંથી પ્રેમના વિચારોમાં જીવી રહ્યો છે.