બચપણ થી એક વાત સાંભળીએ છીએ કે ....
જેવું વાવો તેવું લણો.
જેવું કરો તેવું પામો...
તો પછી જ્યારે જ્યારે આપણને દુઃખ પડે છે ..
આપત્તિ આવે છે....
વિપત્તિ ના વમળ માં ફસાઈ જઈએ છીએ...
કાંઈક ને કાંઈક તકલીફ અવ્યાજ કરે છે...
ત્યારે ત્યારે એવો જ વિચાર આવે છે ...
"મને જ કેમ? "
"મેં કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી તો હું જ શુ કામ ? "
"ભગવાન છે જ નહીં...!!"
આવે છે ને આવા વિચારો ...?
પણ આપણા કરેલા કર્મ નું ફળ તો ભોગવવું જ ને ?
તમે આ વખત નહી તો ગયા જન્મ માં કાંઈક એવા કર્મ કર્યા હશે તો જ આવું બને ...
સારા કર્મ નો સારો બદલો...
બુરા કર્મ નો બુરો....
અહીં સરવાળો કે બાદબાકી નથી થતી....
કે પહેલા ખૂબ ખરાબ કર્મ કર્યા...
કોઈનું ખરાબ ઇચ્છયું...કોઈનું ખરાબ કર્યું...કોઈનું દિલ દુભાવ્યું....અજાણતા પણ ખરાબ કર્મ કર્યું..
પછી
તમે ખૂબ પુણ્ય કર્યું...દાન આપ્યા..
મદદ કરી....દુખિયા ના આંસુ લૂછયા....
તો ભૂતકાળ ના પાપ ની બાદબાકી નથી થતી...
એનું ફળ પણ ભોગવો...
સત્કર્મ નું ફળ પણ ભોગવો...
અહીં ઈશ્વર ક્યાં વચ્ચે આવ્યો ?
ત્યાં તેનું પણ કાઈ ન ચાલે...
આપણે જ આપણા ભાગ્યવિધાતા....
તો બધાને એમ થશે કે...
તો ઈશ્વર ને શુ કામ માનવા ??
આ બ્રહ્માંડ ની રચયિતા ઈશ્વર છે...
આપણો પરમપિતા પરમાત્મા....
તે આપણુ ખરાબ કરે નહીં કે ઈચ્છે પણ નહીં..
પિતા .....આપણે મોટા થઈએ એટલે આપણને મુક્ત કરે....જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપે....મદદ કરે....
સંકટ માં ઢાલ બનીને ઉભા રહે...
આ પિતા નું ઋણ ક્યારેય ન ચૂકવી શકીએ....
તો આપણો પરમપિતા એ જ કરે છે....
તો તેને આપણે કેમ ભૂલી શકીએ ??
આપણે જ્યારે દુઃખી થઈએ ત્યારે એ પરમપિતા નું કલેજું પણ બળતું હોય છે...
આપણે જ્યારે ખુશ હોઈએ ત્યારે તેની આંખમાં થી હર્ષાશ્રુ વહેતા હોય છે....
તો તમને ભલે કોઈ ખરાબ કહે ...
તમારે તેના વિશે ખરાબ વિચારવું પણ નહીં.......
જો તમે પણ એવું જ વિચારશો તો સદા ઉદ્વેગ માં રહેશો....
દિલ ખુશ નહીં રહે....
પણ સારું વિચારશો તો તમારો આત્મા ખુશ અને પ્રસન્ન રહેશે...
કુદરત પણ સાથ આપશે.....
અખતરો કરી જોજો....
...........નલિની શાહ