Sent from Yahoo Mail for iPad
Begin forwarded message:
On Sunday, April 14, 2019, 6:39 PM, Umakant Mehta wrote:
"Invention is a mother of progress" (નવિન શોધખોળ એ પ્રગતિની નીશાની છે.) એ ઔદ્યોગિક ક્રાંતિનું સુત્ર હતું. તે આધારે વિશ્વ આજે નવી નવી શોધ કરી આગળ વધી રહ્યું છે.
આવી ૪ ઔદ્યોગિક ક્રાંતિ આપણે જોઈ અને અનુભવી.
(૧) પાણી અને તેની ઊર્જા. (Water resources)
(૨) વીજળી અને યંત્રો ( Electricity & machinaries)
(૩) કોમ્પ્યુટર (Electonic gadgets) અને
(૪) રોબોટાઈઝેશન, (Artificial. Intelligence Or Cyber physical system)
નંબર ૨ અને ૩ ની ક્રાંતિએ માનવ રોજગારી મશીનોએ હસ્તગત કરી. અને હવે આ ૪ નંબરની ઔદ્યોગિક ક્રાંતિએ માનવીની વિચાર શક્તિ પર કાબૂ મેળવવા માંડ્યો.માનવીએ તેની વિચાર શક્તિ કોમ્પ્યુટર - ગૂગલને સોંપી નિરાંત અનુભવી.હવે તમારે કોઈ વસ્તુ ખરીદવા ઘરની બહાર જવાની જરૂર જ નહિ રહે ઘેર બેઠા 'On line' મળી રહેશે. આ કામ માટે દુકાનદારે માણસોની ભરતી કરવી નહિ પડે. દુકાનદાર તેની પાસે ( પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક ગેજેટ) દ્વારા બેઠાબેઠ કરી શકશે.માણસને બસ આરામ જ આરામ! કેવી મઝાની વાત !
હવે જરા બીજી બાજુ જોઈએ. દુનિયા આજે તેને ઔદ્યોગિક ક્રાંતિ- પ્રગતિ - ગણાવી રહી છે. તેની પાછળ લપાતા છૂપાતા પગલે ધીરગંભીર પરિસ્થિતિ આવી રહી છે.
આજે નિવૃતિ માણતા માનવીને સમય પસાર કરવા ફાંફા મરવા પડે છે, ત્યારે કલ્પના કરી જુઓ, જીવતો જાગતો તંદુરસ્ત અને સ્વસ્થ માનવી ઉત્પાદન વિના શું કરશે? અહિ તો જન્મ સાથે જ નિવૃતિ. ઉદ્યોગપતિઓ ને માણસનો ત્રાસ નથી પોસાતો પણ મશીન પોસાય છે! માણસના ત્રાસના દુર્ગુણથી ગેજેટ મુક્ત અને સ્વતંત્ર છે.
માણસનો ભોગ લેવાઈ રહ્યો છે. સમાજ લાચાર છે. ( an idle mind is devil's workshop) નિવૃત જીવનનિર્વાહ માટે (Universal Basic Income- Unemployment basic Allowance) યુબીઆઈ આપવામાં આવશે કે જેથી ઉત્પાદન પ્રક્રિયામાં બાધ ન આવે.
જિંદગીમાં પોઝિટિવ બનો.બાવાઓ અને બાપુઓ, પરમપૂજ્યો જીવનની બાબતમાં પોઝિટિવ હોતા નથી.બીજાઓ રાજકારણીઓ છે, તેઓ હજારો કરોડોના ગાદીપતિ છે.જે આજની હતાશાનોલાભ લઈ રહ્યા છે.
(ગુજરાત ટાઈમ્સ ૫ એપ્રિલ ૨૦૧૯ ના અંકમાંથી )
Sent from Yahoo Mail for iPad