#moralstories
"કદાચ જો એ વખતે એ ફરિસતા રૂપી તું મારી જિંદગી માં મને આત્મહત્યા કરતી રોકવા ન આવી હોત તો હું કેન્સર ની દવા શોધી આ માન ન પામ્યો હોત...." પરેશભાઈ એ તેમના પત્ની શીતલ ને કહ્યું.
આ પરેશભાઈ એટલે ખૂબ જ હોશિયાર ગણાતા વિદ્યાર્થીઓ માના એક. સૌને વિશ્વાસ હતો કે એ ડૉક્ટર જરૂર બનશે પણ કદાચ ભગવાન કંઈક અલગ ઇતિહાસ રચવા ઇચ્છતા હતા.ધોરણ 12 ના પરિણામ પછી ડૉક્ટર નહીં બની શકે પોતે એમ વિચારી જે આત્મહત્યા કરી રહ્યા હતા ત્યાં અચાનક શીતલ એ તેમને રોક્યા અને જિંદગી નું મહત્વ સમજાવ્યું અને પરેશભાઈ ફાર્મસી માં ભણ્યા અને કેન્સર ની દવા શોધી શક્યા અને તેમણે તેમને નવજન્મ આપનાર શીતલ સાથે જ લગ્ન કરી લીધા.
મોરલ: ભગવાન એ આપણાં માટે શ્રેષ્ઠ વસ્તુ વિચારી જ રાખી છે તેથી કોઈ પણ પરિણામ થી ક્યારેય નાસીપાસ થવું નહીં.
જિંદગી એ અનમોલ ભેટ છે જેને ક્યારેય હાથે કરી ખોતાં નહીં. વારે વારે આવો મોકો મળે ન મળે.
ક્યારેક કોઈક લોકો જિંદગી માં ફરિસતા બની ને આવતા હોય છે એમનું મહત્વ સમજી એમને ક્યારેય ખોતાં નહીં.
--પર્લ મહેતા