Gujarati Quote in Story by Kaushik Dave

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Moralstories "આસ્થા". **********- .........અને સંજય સંધ્યા કાળે ઓફિસ થી થાકેલો ઘરે આવ્યો.વિદ્યા એ પુછ્યુ,"તમે બહુ થાકેલા લાગો છો.ઓફિસ માં કંઈ થયું છે? ફરી થી સાહેબે તમને હેરાન કર્યા?. તમે ફ્રેશ થઈ ને આવો.તમારા માટે ચા બનાવું.ને હા, માતાજી નો પ્રસાદ પણ છે." આ સાંભળી ને સંજય ફ્રેશ થવા બાથરૂમ માં ગયો.************ સંજય ગાંધી નગર ની એક સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.સંજય એક પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારી હોય છે.સંજય ના સાહેબ (સરકારી ઓફિસમાં હોય છે તેમ )એક ભ્રષ્ટ ઓફિસર હતો.અને તેથી તે કારણ વગર વારંવાર સંજય ને હેરાન કરતા હોય છે.આજે પણ રોજ ની જેમ સંજય ને હેરાન કર્યો ને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી.તેથી સંજય નોકરી ની અસલામતી ને લીધે ચિંતાતુર થયેલો ઘરે આવ્યો હતો.****"***"********** આજે આસો નવરાત્રી ની બીજ હતી.સંજય ની ધર્મ પત્ની વિદ્યા ધર્મ પરાયણ સ્ત્રી હોય છે.તે કાયમ આસો માસ ની નવરાત્રી માં "માં અંબા "નું અનુષ્ઠાન અને નક્કોરડા ઉપવાસ કરતી હોય છે.આજે પણ તે "માં અંબા " ની આરતી અને પુજા પાઠ પોતાની છ વર્ષ ની દિકરી જ્યોતિ સાથે બેસીને કરી હતી.હજુ "માં "નો પ્રસાદ અને પ્રસાદી નું પાણી લેવાનું બાકી હતું, ત્યાં જ સંજય ઓફિસ થી આવ્યો હતો.************* સંજય બાથરૂમ માં થી લથડીયા ખાતો ને બબડતો નિકળ્યો.અવાજ સાંભળીને નાની બેબી જ્યોતિ દોડતી આવી.અને રાડ પાડી," પપ્પા શું થયું? મમ્મી ,જુઓ પપ્પા ને કંઈક થાય છે? " નાની બેબી ગભરાઈ ગયી. રસોઈ ઘર માં થી વિદ્યા દોડતી આવી.ને પુછ્યુ ," શું થાય છે? પણ આ શેની વાસ આવે છે? તમે પલંગ પર સુઈ જાવ." વિદ્યા દોડતી બાથરૂમ માં ગઈ . જોયું તો કોકરોચ મારવાની દવા ઢોળાઇ હતી અને તીવ્ર વાસ આવતી હતી. વિદ્યા એ પડોશી ને બોલાવ્યા.અને ડોક્ટર ને ફોન કર્યો.સંજયે બાથરૂમ માં ઝેરી દવા પીધી હતી.ગભરાયેલી નાની બેબી જ્યોતિ મંદિર પાસે પોતાના પપ્પા માટે પ્રાર્થના કરવા લાગી. અને મંદિર માં પ્રસાદી નું પાણી અને પ્રસાદ હતો તે લઈ ને પોતાના પપ્પા પાસે આવી.પ્રસાદી નું પાણી સંજય પર છાંટ્યું.અને બોલી," પપ્પા આ માતાજીનું પાણી પી જાવ.સારુ થી જશે.પ્રસાદી નું પાણી અને પ્રસાદ લેતા જ સંજય ને ઉલ્ટીઓ થવા લાગી. સહેજ લીલી અને સહેજ શ્યામ કલર ની ઉલ્ટીઓ થવા લાગી.થોડુ પાણી પીવડાવતા હવે સંજય ને સારું લાગ્યું.વિદ્યા સંજય ને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયી.ડોક્ટરે દવા અને ઇંજેક્શન આપ્યા.લોહી અને યુરીન રિપોર્ટ કરાવ્યા. એક કલાક માં રિપોર્ટ આવ્યો,તો નોર્મલ હતું ડોક્ટરે કહ્યું ગભરાતા નહીં કોઈ પ્રકારનું જોખમ નથી.૨૪ કલાક હોસ્પિટલમાં સારવાર માટે રાખવા પડશે.રાત્રે સંજય ને સરસ ઉંઘ આવી ગયી.સવારે ઉઠી ને ન્યૂઝ પેપર વાંચતા છેલ્લે પાને એન્ટી કરપ્શન માં પકડાયેલ વ્યકિતના સમાચાર હતા.એ સંજય ના મોટા સાહેબ હતા.રાત્રે કોઈ કોન્ટ્રાક્ટ પાસે થી બે લાખ લેતા સંજય ના સાહેબ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે રંગેહાથ ઝડપાયા હતાં. ..........................................એ જ વખતે FM radio માં એક ગીત આવે છે." કર ભલા હોગા ભલા અંત ભલે કા ભલા"..........." દિલ સાફ હોય તો ,ખુદા પણ સાથે છે.". " જો આસ્થા હોય ઈશ્વર( માં) પર, તો "માં" પણ સાથ સાથ છે." ********* આ વાર્તા નું મોરલ એ છે કે ," ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવો"."પ્રેમ અને સાચી લાગણી ઓ જ કુટુંબ માં એકતા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે."-. -@ લેખક- કૌશિક દવે

Gujarati Story by Kaushik Dave : 111133789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now