મંદિરમાં બધાં પૂજારી હોય તેવું ના પણ હોય,
મંદિરમાં કે બહાર બધાં ભિખારી હોય તેવું ના પણ હોય.
તમને દેખાડવા તવંગર એ ડોળ કરે છે,
બધા ભિખારી ગરીબ હોય તેવું ના પણ હોય.
મિથ્યાભિમાન ટકાવવા માટે તમારું,
જે બનેછે તમારી સામે ડફોળ, વાસ્તવમાં તે
તમને પણ ડફોળ ન બનાવતો હોય તેવું ના પણ હોય.
- નિશાન